UPSC Civil Services (Main) Examination 2026 — Gujarati (Compulsory): Question Paper | Plutus IAS

UPSC Civil Services (Main) Examination 2026 — Gujarati (Compulsory): Question Paper | Plutus IAS

The questions below are from Gujarati (Compulsory) of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-29) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.

Official paper (PDF): upsc.gov.in.

  1. નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો : – (a) ભારતબોધની અવધારણા અને આપણું ભવિષ્ય – (b) ડિજિટલ યુગમાં નાગરિકોની ફરજ – (c) ભારતમાં અંતરિક્ષ-સંશોધન અને મંગળયાન – (d) સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા
  2. નીચેના ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચી તેને અંતે આપેલા પ્રશ્નોના સ્પષ્ટ, સાચા અને સંક્ષિપ્ત ઉત્તર લખો : 12×5=60 દુઃખમાં જે સ્થાન ભયનું છે, એ જ સ્થાન આનંદમાં ઉત્સાહનું છે. જે કાર્યોમાં કોઈ પ્રકારનાં કષ્ટ કે હાનિ વેઠવાનું સાહસ અપેક્ષિત હોય છે એ સર્વમાં ઉત્સાહની સાથે જ ઉત્કંઠાપૂર્ણ આનંદ સમાયેલો હોય છે. કષ્ટ કે હાનિના ભેદ અનુસાર ઉત્સાહના પણ ભેદ થઈ જાય છે. સાહિત્ય-મીમાંસકોએ આ દૃષ્ટિએ યુદ્ધવીર, દાનવીર, દયાવીર વગેરે ભેદ કર્યા છે. એમાં સૌથી પ્રાચીન અને મુખ્ય યુદ્ધ-વીરતા છે, જેમાં આધાત, પીડા કે મૃત્યુની સુધ્ધાં પરવા નથી રહેતી. પ્રાચીન કાળથી આ પ્રકારની વીરતાની જરૂર રહી છે, જેમાં સાહસ અને પ્રયત્ન બન્ને ચરમ શિખરે પહોંચે છે. પરંતુ, ફક્ત કષ્ટ કે પીડા સહન કરવાના સાહસમાં જ ઉત્સાહનું સ્વરૂપ સ્કૂરણ પામતું નથી, એની સાથે આનંદપૂર્ણ પ્રયત્ન કે એની ઉત્કંઠાનો સંયોગ હોવો જોઈએ. બેભાન થયા સિવાય મોટાં ગુમડાં પર ચેકો મૂકાવવા માટે તૈયાર થવું એ સાહસ કહેવાશે, પરંતુ ઉત્સાહ નહીં કહેવાય. એ જ રીતે ચૂપચાપ, હાથ-પગ હલાવ્યા સિવાય, ઘોર પ્રહાર સહેવા માટે તૈયાર રહેવું એ સાહસ અને આકરામાં આકરો પ્રહાર ઝીલીને પણ પોતાની જગ્યાએથી ન ખસવું એ ધીરતા કહેવાશે. આવા સાહસ અને ધીરતાને ઉત્સાહમાં ત્યારે જ સંમિલિત માની શકાય જ્યારે સાહસી અથવા ધીર વ્યક્તિ એ કામ આનંદ સાથે કરી રહ્યો હોય. સારાંશ એ જ છે કે આનંદપૂર્ણ પ્રયત્ન અથવા એને માટેની ઉત્કંઠામાં જ ઉત્સાહના દર્શન થાય છે, ફક્ત કષ્ટ વેઠવાના અચેતન સાહસમાં નહીં. ધૃતિ અને સાહસ બન્નેનો સંચાર ઉત્સાહમાં થતો હોય છે. દાનવીરનો અર્થ છે, ત્યાગનું સાહસ. એટલે કે ત્યાગને કારણે આવનાર કષ્ટો અને મુશ્કેલીઓને સહેવાની ક્ષમતા. દાનવીરતા ત્યારે જ કહી શકાય જ્યારે દાનને કારણે દાન આપનારને તેના જીવનનિર્વાહમાં કોઈ પ્રકારના કષ્ટ અથવા મુશ્કેલી સહેવા પડ્યા હોય. આ કષ્ટ અને મુશ્કેલીની માત્રાની સંભાવના જેટલી વધારે હોય, દાનવીરતા એટલી જ ઊંચી સમજવામાં આવે છે. પરંતુ આ ધનત્યાગના સાહસની સાથે જ જ્યાં સુધી સંપૂર્ણ તત્પરના અને આનંદના ચિહ્ન જોવા ન મળે ત્યાં સુધી ઉત્સાહનું સ્વરૂપ રચાતું નથી. યુદ્ધ સિવાય સંસારમાં બીજાં પણ એવાં વિકટ કામ હોય છે, જેમાં ઘોર શારીરિક કષ્ટ સહેલું પડે છે અને જીવ ગુમાવવા સુધીની સંભાવના રહેલી હોય છે. સંશોધન માટે આભને ચીરતા બરફાચ્છાદિત દુર્ગમ પહાડો ઉપરનું ચઢાણ, ધ્રુવપ્રદેશ અથવા સહરાના રણનો પ્રવાસ; કૂર, બર્બર જાતિઓની વચ્ચે અજાણ્યાં ઘોર જંગલમાં પ્રવેશ વગેરે પણ ભારે વીરતા અને પરાક્રમનું કાર્ય છે. એમાં જ આનંદપૂર્ણ તત્પરતા સાથે લોકો પ્રવૃત થાય છે એ પણ ઉત્સાહ જ છે. – (a) ઉત્સાહમાં સાહસની ભૂમિકા સ્પષ્ટ કરો. 12 – (b) ધીરતામાં શું અભિપ્રેત છે ? 12 – (c) ઉત્સાહનું સાચું દર્શન કેવી રીતે થાય છે ? 12 – (d) આનંદપૂર્ણ તત્પરતા અને ઉત્સાહ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો. 12 – (e) દાન આપનારને દાન આપવાને કારણે શું સહન કરવું પડે છે ? 12
  3. નીચેના ગદ્યખંડનો અંગ્રેજીમાં અનુવાદ કરો : ભારતીય નાવિકો વહાણ ચલાવવાની એમની કુશળતા માટે પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ રહ્યા છે. એમણે 5000 વર્ષ પહેલાં સમુદ્રમાં વહાણ ચલાવવાની શરૂઆત કરી હતી. એ સમયે સમુદ્રયાત્રામાં ઉપયોગી થાય તેવા ગણ્યાં-ગાંઠ્યાં યંત્રો હતાં. આજના જેવા અધતન સાધનો એ સમયે ઉપલબ્ધ ન હતાં, પરંતુ પ્રાચીન નાવિકોની જ્ઞાનેન્દ્રિયો કદાચ વધારે સતેજ હતી. એમને મોસમના મિજાજની સમજ સારી હતી. તેઓ ગ્રહ-નક્ષત્રોને શોધી શકતા હતા, વહેતાં પવનને ઓળખવાની સમજ એમની પાસે હતી અને સમુદ્રના પાણીના રંગ દ્વારા તેઓ ઊંડાઈ બતાવી શકતા હતા. દરિયાઈ જીવજંતુઓને જોઈને તેઓ જમીનથી કેટલું અંતર છે તથા કેટલીક વખત તો કયો દેશ પાસે છે તેની પણ જાણકારી તેઓ મેળવી લેતા હતાં. એ જમાનામાં કોઈ દરિયાઈ અકાદમીઓ ન હતી. તેથી જે પણ પ્રશિક્ષણ એમને મળતું હતું તે અનુભવની પાઠશાળામાં પરીક્ષણ અને ભૂલો વડે શીખવાનું રહેતું હતું. કોઈક વાર દુર્ઘટનાઓ પણ થઈ જતી હતી, પરંતુ એમના સાહસ અને આત્મવિશ્વાસ એમને સમુદ્રયાત્રાઓની પ્રેરણા આપતા હતાં. એના જોરે જ તેઓ પર્શિયાની ખાડી, આફ્રિકાનો પૂર્વી કિનારો તથા સુદૂર પૂર્વમાં ઈન્ડોનેશિયા, કમ્બોડિયા, અન્નામ, બોર્નિયો તથા સેલીબીજ જેવા ટાપુઓ સુધી પહોંચવામાં સરળ રહ્યા હતાં. સમુદ્રી પ્રશિક્ષણનો આધુનિક દોર તો છેક 1920ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં શરૂ થયો હતો. આઝાદી મળ્યાં પછી હવે ભારતમાં પરિવર્તનની સુખદ લહેર વહી રહી છે. કેટલીક સદી પહેલાં ભારતની વહાણવટાની ગૌરવશાળી પરંપરાનો જે સૂર્ય અસ્ત થઈ ગયો હતો તે ઉદય પામીને ફરી એક વાર ચમકવા લાગ્યો છે. ભારતીય વહાણવટું આજે સાચી દિશામાં અગ્રેસર છે.
  4. નીચેનો ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો : Orientation for entrepreneurship has to start right from the schools. In schools, teachers need to highlight the role of entrepreneurship in national development. During college, students must be exposed to business development opportunities and must be trained towards the creation of new enterprises. Parents should encourage their children to take up new ventures after their education. We should cultivate a mindset that 'Idea is wealth'. The government must create a facilitating environment for the provision of venture capital for innovative ideas without collateral security. Universities and engineering and management institutions should work with banks and other funding agencies towards simplifying procedures for setting up businesses and working with entrepreneurs till the project becomes self-sustaining and viable. Procedures in government should facilitate the spotting and recognition of new Indian talent in entrepreneurship by creating a level playing field for healthy competition. Citizens who can afford it should turn themselves into angel investors or start venture capital organizations to fund such new ventures. Big and small industries need to have an open mind in order to encourage and partner with young entrepreneurs.
  5. (a) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોજો. $2 \times 5 = 10$ | (i) | આકાશપાતાળ એક કરવા | 2 | | — | — | — | | (ii) | ચાર ચાંદ લાગવા | 2 | | (iii) | રજનું ગજ કરવું | 2 | | (iv) | આસમાન તૂટી પડવું | 2 | | (v) | એક કાંકરે બે પક્ષી મારવાં | 2 | (b) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ પ્રયોજો. 1×5=5 – (i) અર્થ વગરનું 1 – (ii) આજીવન કેદની સજા 1 – (iii) એક પણ સંતાન વગરનું 1 – (iv) કદી ખૂટે નહીં લેવું 1 – (v) આશ્રય વિનાનું 1 (c) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. 1×5=5 – (i) અતિવૃષ્ટિ 1 – (ii) છીછરું 1 – (iii) ખાનગી 1 – (iv) કોમળ 1 – (v) કાયર 1 (d) નીચેના શબ્દોની જોડણી સુધારો. 1×5=5 – (i) ભૂમિતિ 1 – (ii) નીરિક્ષા 1 – (iii) કિર્તિ 1 – (iv) ગોધુલી 1 – (v) ત્રીશુલ 1 (e) નીચેના શબ્દોના સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો આપો. 1×5=5 – (i) પ્રજ્ઞા 1 – (ii) નરેશ 1 – (iii) દામિની 1 – (iv) ચાંદની 1 – (v) ઘી 1 (f) નીચેની કહેવતોનો અર્થ આપો. 2×5=10 | (i) | ઘરડાં જ ગાડાં વાળે | 2 | | — | — | — | | (ii) | ખાતર ઉપર દિવેલ | 2 | | (iii) | ગરજ સરી એટલે વૈદ વેરી | 2 | | (iv) | ઉતાવળે આંબા ન પાકે | 2 | | (v) | પાડાને વાંકે પખાલીને કામ | 2 |

Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.


Related — other papers of this exam

No Comments

Post A Comment