UPSC Civil Services (Main) Examination 2026 — Gujarati Literature Paper I: Question Paper | Plutus IAS

UPSC Civil Services (Main) Examination 2026 — Gujarati Literature Paper I: Question Paper | Plutus IAS

The questions below are from Gujarati Literature Paper I of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-30) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.

Official paper (PDF): upsc.gov.in.

  1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો : 10×5=50 – (a) માન્ય ગુજરાતી ભાષાના અનુનાસિકો અને તેનાં વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરો. 10 – (b) જૈન સાહિત્ય પરંપરાની વિશિષ્ટતાઓ જણાવો. 10 – (c) ઝવેરચંદ મેઘાણીની વાર્તાકળાના વિશેષો નોંધો. 10 – (d) ગુજરાતી કાવ્યક્ષેત્રે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલા પ્રદાનને મૂલવો. 10 – (e) ચરોતરી બોલી અને સુરતી બોલીની ઉચ્ચારણગત અને શબ્દગત વિશેષતાઓ જણાવો. 10
  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિવિધ ભૂમિકાઓમાં થયેલાં ધ્વનિ પરિવર્તન, રૂપ પરિવર્તન અને શબ્દભંડોળમાં થયેલાં પરિવર્તનો જણાવો. 20 – (b) ગાંધીયુગીન નાટ્યક્ષેત્રે ચંદ્રવદન ચી. મહેતાના પ્રદાનને મૂલવો. 20 – (c) યુનીલાલ મડિયાના નવલિકા સર્જનને સદ્ભાંત ચર્ચો. 10
  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) મધ્યકાલીન સગુણ-નિર્ગુણ ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓના પ્રદાનને આલેખો. 20 – (b) સુધારકયુગના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓના સંદર્ભે નર્મદ-દલપતના ગદ્યસર્જનની સમીક્ષા કરો. 20 – (c) વાક્યના પ્રકારો દર્શાવીને કર્તરિ, કર્મણિ અને ભાવે પ્રયોગ ઉદાહરણ સહિત સમજાવો. 10
  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) ચંદ્રકાન્ત બક્ષીની સર્જકપ્રતિભાના નવોન્મેષો સદ્ભાંત સમજાવો. 20 – (b) રમણભાઈ નીલકંઠના સાહિત્યિક પ્રદાનની ચર્ચા કરો. 20 – (c) મધ્યકાલીન કવિઓના સાહિત્યમાં લૌકિક પરંપરાના થયેલા વિનિયોગની સાધાર ચર્ચા કરો. 10
  5. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો : 10×5=50 – (a) લલિત નિબંધના સ્વરૂપ વૈશિષ્ટ્ય સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધસૃષ્ટિનો પરિચય કરાવો. 10 – (b) ગુજરાતી ગઝલક્ષેત્રે રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાના પ્રદાનનું મૂલ્યાંકન કરો. 10 – (c) લોકનાટ્ય 'ભવાઈ'ની વિશેષતા સમજાવી 'ભવાઈ'ના વેશોમાં રહેલી વિવિધતા સમજાવો. 10 – (d) ગુજરાતી ગીતનું સ્વરૂપ સમજાવી તેનાં સ્થિત્યંતરો નોંધો. 10 – (e) પદ્યવાર્તા સ્વરૂપસંદર્ભે શામળની 'સિંહાસનબત્રીશી' કૃતિનું મૂલ્યાંકન કરો. 10
  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) આધુનિક નાટક સ્વરૂપ સંદર્ભે નાટ્યકાર લાભશંકર ઠાકર (લા.ઠા.)નાં નાટકોની ચર્ચા કરો. 20 – (b) ગુજરાતી નવલકથાક્ષેત્રે વસ્તુસામગ્રી અને રચનારીતિમાં આવેલાં પરિવર્તનો સંદર્ભે મુખ્ય ચાર નવલકથાકારના પ્રદાનની સમીક્ષા કરો. 20 – (c) નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં આત્મચરિત્રાત્મક પદોને સદૃષ્ટાંત આલેખો. 10
  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસમાં નારીસર્જકોના યોગદાનની સાધાર ચર્ચા કરો. 20 – (b) ગુજરાતી આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરી કવિ પ્રેમાનંદે આખ્યાનક્ષેત્રે કરેલા પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. 20 – (c) 'સોનેટ' સ્વરૂપની વિશિષ્ટતાઓ દર્શાવી તેના પ્રકારો જણાવો. 10
  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો : – (a) ગુજરાતી વિવેચનના આધુનિક પ્રવાહને નોંધીને કોઈ પણ બે વિવેચકના પ્રદાનની સવિસ્તર સમીક્ષા કરો. 20 – (b) લોકસાહિત્યક્ષેત્રે થયેલાં મુખ્ય સંશોધનકાર્યનો પરિચય કરાવો. 20 – (c) 'રાસ' સ્વરૂપ સંદર્ભે 'રેવંતગિરિરાસુ' કૃતિનો આસ્વાદ કરાવો. 10

Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.


Related — other papers of this exam

No Comments

Post A Comment